મોરબી તાલુકા-જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા એક જ દિવસમાં 154 ફોર્મ ઉપડ્યા

- text


મોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતા જ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવા માટે સ્થાનિક ઉમેદવારોએ કતારો લગાવી છે.

- text

મોરબી જિલ્લાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે સંભવિત ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા માટે ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોરબી તાલુકા પંચાયતની 26 સીટ અને મોરબી તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની 6 સીટ મળીને કુલ 34 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવા અત્યાર સુધીમાં કુલ 154 મુરતિયાઓ ફોર્મ લઈ ગયા છે. આજે મંગળવારે અને આવતીકાલે બુધવારે મિલન પાર્ટી પ્લોટમાં હાથ ધરાયેલી ભાજપ પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં આ ફોર્મ ભરીને સંભવિત ઉમેદવારો પોતાની દાવેદારી રજૂ કરશે.

- text