મોરબી : રિક્ષામાં પેસેન્જર પાસેથી પૈસાની લૂંટ કરનાર આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુનામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નાણાંની લૂંટ કરવાના ગુનામાં પકડવા ઉપર બાકી રહેલ આરોપી રમેશભાઇ ઉર્ફે ગટી રાણા જાગાભાઇ મકવાણા (ઉ.વ. 22, ધંધો મજુરી, રહે. રામ પાર્ક સોસાયટી, શેરી નંબર 1, આરટીઓ પાછળ, રાજકોટ)ને માળીયા ફાટક પાસેથી પકડી પાડવામાં આવેલ હતો. અને પોલીસે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેણે ગુનાની કબુલાત આપી હતી. જેથી, આ ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

- text

- text