મોરબી ABVP દ્વારા ગ્રીન ટાવર ઉપર ત્રિરંગો લહેરાવી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

- text


મોરબી : આજે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે મોરબી ABVP દ્વારા આન-બાન અને શાન સમાન ગ્રીન ટાવર પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મોરબી જીલ્લાના સંઘચાલક લલિતભાઈ ભાલોડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ ABVP મોરબીની સમગ્ર ટીમએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમજ ગ્રીન ટાવર ખાતે ભારત માતાના પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત સૌએ ભારત માતાનું પૂજન અને આરતી કરી હતી.

- text

- text