લેઉવા પટેલ સમાજ-મુંબઈ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટંકારા તાલુકાની 6 ટીમે ભાગ લીધો

- text


ટંકારા : લેઉવા પટેલ સમાજ વેલફેર સંસ્થા – મુંબઇ દ્વારા સમાજની  ક્રિકેટ ટુર્નામેન્ટનું પાંચમા વર્ષનું આયોજન 24 જાન્યુઆરી 2021 રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ, પનવેલ ખાતે રાખવામાં આવ્યું છે.

ઉદ્યોગ- ધંધો અને રોજગાર અર્થે માદરે વતનથી દુર મેગા સિટી મુબઈ વસતા લેઉવા પટેલ સમાજની આ ટુર્નામેન્ટમાં ટંકારા તાલુકાના 16 ગામની 6 ટીમ ભાગ લઈ રહી છે. સમાજના બધા ભાઈઓમાં સંપ અને એકતા વધે તથા યુવાનો ક્રિકેટનો આનંદ લઇ શકે તથા મુંબઈમાં રહેતા સમાજના બધા સભ્યોને કુદરતના ખોળે ટુર્નામેન્ટ સાથે પીકનીકનો આનંદ પણ થાય એવા ઉદ્દેશ્યથી સમાજના ભાઈઓ તથા આગેવાનોના સાથ સહકારથી અને ક્રિકેટપ્રેમી મિત્રો કિશોર ડાકા, સંજય દુબરીયા, રાહુલ દેવડા, રમણીક ભાગીયા, શૈલેષ સંઘાણી, ધર્મેન્દ્ર નમેરા અને અન્ય મિત્રો દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે.

- text

- text