24 જાન્યુઆરી : આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે, દીકરીઓ પ્રત્યે ભેદભાવ સામે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ

- text


મોરબી : દર વર્ષે તા. 24 જાન્યુઆરીના દિવસને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે એટલે કે રાષ્ટ્રીય બાળકી દિવસ તરીકે ઉજવાઈ છે. સમાજમાં પુત્રીઓ પ્રત્યેના ભેદભાવ સામે જાગૃતિ લાવવાના અભિયાન તરીકે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનનો ઉદેશ્ય દેશભરના લોકોને ગર્લ ચાઈલ્ડ પ્રત્યે જાગૃત કરવાનો છે. સમાજના નિર્માણમાં મહિલાઓનું પુરુષો જેટલું જ યોગદાન છે, આ વાત લોકોને સમજાવવાનો હેતુ પણ રહેલો છે. આ અભિયાન હેઠળ માતા-પિતા તેમજ સમાજના દરેક વયના લોકોને સામેલ કરીને તેમને આ વાત માટે જાગૃત કરવામાં આવે છે કે દીકરો-દીકરી એકસમાન છે. તેમજ પુત્રી પાસે પણ પોતાના નિર્ણય લેવાનો અધિકાર છે.

- text

નેશનલ ગર્લ ચાઈલ્ડ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં બેટી બચાવો ઝૂંબેશ, યોગ્ય જાતિ ગુણોત્તર અને છોકરીઓ માટે સ્વસ્થ્ય તેમજ સુરક્ષિત માહોલ ઉભો કરવા જેવા કાર્યક્રમો સામેલ છે. દેશમાં એક તરફ જ્યાં મહિલાઓને દેવીઓનો દરજ્જો આપવામાં આવે છે. તે જ સાથે છોકરીઓ સાથે કરવામાં આવતા ભેદભાવને પણ નકારી શકાય તેમ છે.

શિક્ષણનો અધિકાર હોય, સુરક્ષાનો હોય કે સન્માનનો અધિકાર હોય, સ્ત્રી-પુરુષ માટે દરેક અધિકાર સમાન રૂપે હોય છે. જો કે વર્તમાન સમયમાં પરિસ્થિતિ અને લોકોની વિચારસરણીમાં બદલાવ આવ્યો છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં એક-એક પગલું આગળ વધી રહી છે. જેમાં નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે, વિમેન્સ ડે જેવા ખાસ દિવસો કે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા સૂત્રો અને મહિલાઓના ઉત્થાનને લગતા અભિયાનોએ વિશેષ યોગદાન આપ્યું છે.

- text