મોરબીના તપોવન વિદ્યાલય દ્વારા શાળા ખુલવાની SOP અંગે વેબિનાર યોજાયો

- text


મોરબી : તપોવન વિદ્યાલયમાં છેલ્લા 7 વર્ષથી કરીયર 108 પ્રોગ્રામીંગ કાર્યરત છે. તેને અંતર્ગત કોવિડ-19ના સમયમાં ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન કેતનભાઇ વ્યાસ (JK SHAH, CA INSTITUTE-RAJKOT) તેમજ શાળાના ચેરમેન અશોકભાઇ રંગપરીયા દ્વારા પુરૂ પાડવામાં આવેલ હતું. ખાસ ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડના કોવિડ-19ના સમયમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને હકારાત્મકતા વધે તેવુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળા શરૂ થઇ હોય, તે માટે સરકાર દ્વારા SOP પણ જાહેર કરી અને આ SOP વેબીનાર મારફતે સમજાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોરબી ખાતે તપોવન વિદ્યાલય દ્વારા SOP વેબિનારથી સમજાવવાની મોરબી જીલ્લામાં પ્રથમ ઘટના છે. આ તકે આ વેબીનારને સફળ બનાવવા માટે શાળાના ચેરમેન અશોકભાઇ રંગપરીયા તેમજ પ્રિન્સીપાલ નરેશભાઇ સાણજા તથા તમામ શૈક્ષણિક સ્ટાફ, બિનશૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text