ટંકારા : ટ્રક હડફેટે આવી જતા બાઇકસવાર બેને ઇજા

- text


ટંકારા : ટંકારા તાલુકાના છત્તર ગામમાં ટ્રક હડફેટે આવી જતા બાઇકસવાર બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં ટ્રકચાલક સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

- text

ગત તા. 11ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યા આસપાસ ફરિયાદી સિધરાજભાઇ શીવાભાઇ પરમાર તથા ફરીયાદીના બનેવી એમ બન્ને ફરીયાદીના મો.સા. નંબર-જી.જે.૩૬ પી-૮૭૫૧ સાથે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે મોરબી તરફથી આવતો એક ટ્રક અશોક લેલન દોસ્ત રજી નંબર- જી.જે.૦૩ બી.ડબ્લ્યુ.-૦૮૭૯ ના ચાલકે ટ્રક ફુલ સ્પીડમાં ચલાવી ફરીયાદીના મો.સા. સાથે ભટકાડી એકસીડન્ટ કરી ફરીયાદી તથા ફરીયાદીના બનેવીને મો.સા. સાથે રોડ ઉપર પછાડી ફરીને જમણા હાથમાં મુઢ ઇજા કરેલ હતી. તેમજ ફરીયાદીના બનેવીને જમણા પગમાં ઘુટણ નીચે ભાંગી (ફેકચર) ગયેલ જેવી ગંભીર ઇજા તથા શરીરે કમરના ભાગે તથા માથાના પાછળના ભાગે ઇજાઓ પહોચાડી હતી. હાલમાં પોલીસ ટ્રકચાલકની શોધખોળ કરી રહી છે.

- text