માળીયા (મી.) : બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ

- text


માળીયા (મી.) : ગત તા. 31ના રોજ માળીયા (મી.) તાલુકામાં રાસંગપર અને ધરમનગર ગામની વચ્ચે મો.સા. રજી.નં. GJ-36-A-1475ના ચાલક અશ્વિન કરમશીભાઈ ધામેચા (ઉ.વ. 35, ધંધો ખેતી, રહે ધરમપુર, તા.માળીયા મી.)નું બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચી હતી. જેનું સારવાર દરમ્યાન મુત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે માળીયા (મી.) તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text