મોરબીમાં GSNP દ્વારા જનરલ હોસ્પિટલના બાળક દર્દીઓને ખજૂર અને અડદિયાનું વિતરણ કરાયું

- text


મોરબી : G.S.N.P. (ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ વિથ HIV/Aids) દ્વારા સ્વેત્ના પોજેક્ટ અંતર્ગત જનરલ હોસ્પિટલ-એ.આર.ટી. સેન્ટર મોરબી ખાતે આજ તા. 11ના રોજ એચ.આઈ.વી. પોજિટિવ.એ.એન.સી./પી.એન.સી/જનરલ કલાઈન્ટ અને ઓન એ.આર.ટી.ના બાળકોને મકરસંક્રાંતિ નિમિતે 1 કિલો અડદિયા અને 1 કિલો ખજૂર આપવામાં આવેલ હતા.આ રીતે ટોટલ 150 કીટનું આયોજન કરેલ હતું.

આ કાર્યક્રમમાં ફીલ્ડ કો-ઓર્ડિનેટર રાજેશભાઈ લાલવાણી, મુખ્ય અતિથિ ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા તેમજ અતિથિઓ પૂર્વ જિલ્લાપ્રમુખ રઘુભાઈ ગડારા, જીલ્લા પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા, અજયભાઈ લોરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અધિકારી અને કર્મચારીગણમાં અધિક્ષક ડો. પ્રદીપ દૂધરેજિયા, ડી.ટી.ઓ. ડો. ડી.વી. બાવરવા, આર.એમ.ઓ. ડો. કે.આર.સરડવા, એ.આર.ટી. મેડિકલ ઓફિસર ડો.દિશા પાડલિયા, એ.આર.ટી. કાઉન્સેલર રાજેશભાઈ જાદવ, ડિસ્ટ્રીકટ સુપરવાઈજર દીપકભાઈ મકવાણા, પ્રોજેકટ ઓફિસર ગણપતભાઈ વાઘેલા (સ્વેત્ના પોજેક્ટ), આઈ.સી.ટી.સી . કાઉન્સેલર દીપેશભાઇ માકડીયા હાજર રહ્યા હતા. આ આયોજનમાં દાતા તરીકે સ્વ. લજપતભાઈ કૈલા, સ્વ. જયંતીભાઈ કૈલા, સ્વ. જયંતીભાઈ કૈલા, સ્વ. રેખાબેન કૈલા (મહેશ્વરી મેડિકલ સ્ટોર, મોરબી)ના પરિવારજનોએ તથા શેખરભાઈ આદ્રોજા (મેટ્રોપોલ સિરામિક), રમાબેન દિનેશચંદ્ર કક્કડ (જીતુભાઈ R.K), રાજેદ્રસિંહ હેમંતસિંહ જાડેજા, સંજયભાઈ તુલસીયાણી, અંકુરભાઈ (સમ્રાટ જ્વેલર્સ) અને ભાવેશ મણિયારએ સહયોગ આપ્યો છે.

- text

- text