પરણીતાના આપઘાત કેસમાં મહિલા આરોપીને મળ્યા આગોતરા જામીન

- text


મોરબી : શહેરમાં એક પરિણીતાએ ગત તારીખ 29ના રોજ કરેલ આત્મહત્યાના બનાવમાં પરિણીતાના માવતર પક્ષ તરફથી સાસરિયા વિરુદ્ધ બી. ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે મૃતક પરણીતાંને સાસરિયાઓ તરફથી શારીરિક માનસિક ત્રાસ અપાતો હોય મહિલાએ ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- text

ઉક્ત ફરિયાદ સંદર્ભે બી. ડી.વી. પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે એક મહિલા આરોપીની ધરપકડ બાકી હતી. આ મહિલા આરોપીએ પોતાની ધરપકડ ન થાય એ માટે આગોતરા જામીન અરજી કરી હતી. મોરબીના યુવા એડવોકેટ જીતેન અગેચણીયાએ આરોપી મહિલા વતી કોર્ટમાં દલીલો કરીને તેમજ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ પ્રસ્થાપિત કરી આરોપી મહિલાના શરતો સાથે આગોતરા જામીન મંજુર કરાવ્યા હતા. રૂપિયા 25000ના શરતી જામીન મંજુર કરાવવામાં આરોપી તરફે જિલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા, જીતેન ડી. અગેચણીયા, સુનિલ માલકીયા, જે.ડી. સોલંકી, મોનિકાબેન ગોલતર રોકાયા હતા.

- text