મોરબીના મકનસર નજીક અકસ્માતમાં એકનું મોત

- text


 

 

મોરબી : મોરબીના મકનસર ગામ પાસે આજે વહેલી સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં કોઈ અજાણ્યુ વાહન આઇસર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં સિરોજખાન દિલાવરખાન પઠાણ રહે અમદાવાદ વાળાને ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું.આ અકસ્માતમાં આઇસરને ભારે નુકસાન થયું હતું.બાદમાં મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text