કેન્દ્ર સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણની આકર્ષક તક

- text


કોઈ પણ પોસ્ટ ઓફીસ પરથી ગોલ્ડ બોન્ડ યોજનાનો લાભ મળી શકશે: ગોલ્ડ બોન્ડ શેર બજારમાં પણ ખરીદ-વેંચાણ કરવાની સગવડ: વાર્ષિક 2.5 ટકાનું ચૂકવાશે વ્યાજ

મોરબી: ભારત સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે સંયોજન કરીને સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનાની જાહેરાત કરી છે. આ ગોલ્ડ બોન્ડ રાજ્યની કોઇપણ પોસ્ટ ઓફિસેથી ઉપલબ્ધ થશે. જેમાં 2.50 ટકાના દરે વાર્ષિક વ્યાજ આપવામાં આવશે. તેમજ આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર પણ વેચી શકાશે.

ભારત સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે થયેલી સમજૂતી મુજબ ગોલ્ડ બોન્ડ આપવાનો નિર્ણય લેવાયો છે. આ માટે રાજ્યની કોઇપણ પોસ્ટ ઓફિસ પરથી નાગરિકો ગોલ્ડ બોન્ડની ખરીદી કરી શકશે. જેમાં ઓછામાં ઓછું એક ગ્રામનું રોકાણ તેમજ વ્યક્તિગત રીતે 4કિલો, એચ.યુ.એફ માટે 4 કિલો, ટ્રસ્ટ તેમજ સંસ્થાઓ માટેની વધુમાં વધુ મર્યાદા 20 કિલો સુધીની રખાઇ છે.

આ બોન્ડમાં રોકાણનો સમયગાળો 8 વર્ષ સુધીનો રહેશે.જોકે રોકાણ કર્યાના પાંચ વર્ષ બાદ ગોલ્ડ બોન્ડ પરત કરવાનો પણ એક વિકલ્પ આપવામાં આવ્યો છે. આ બોન્ડસની ખરીદી માટે રોકડ રકમની ચુકવણી મહત્તમ 20 હજાર રૂપિયા સુધી અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ દ્વારા કરી શકાશે. ઉપરોક્ત ગોલ્ડ બોન્ડને ભારત સરકાર સ્ટોક તરીકે જીએસ એક્ટ 2006 હેઠળ પ્રસ્તુત કરી રહી છે. આ બોન્ડ યોજનામાં રોકાણકારોને હોલ્ડિંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત ગોલ્ડ બોન્ડ ડિમેટ સ્વરૂપમાં પણ રૂપાંતર કરી શકાશે. બોન્ડની વિમોચન કિંમત IBJA લિમિટેડ દ્વારા પ્રકાશિત અગાઉના ત્રણ કાર્યકારી દિવસોના 999 ટકા સોનાના બંધ ભાવની સરેરાશના આધારે ભારતીય રૂપિયામાં રહેશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, પોસ્ટ ગ્રાહકો અને રોકાણકારો- કે જેઓ સલામત, સુરક્ષિત અને ખાતરીપૂર્વક વળતર આપતા નવા પ્રકારના રોકાણના વિકલ્પો શોધી રહ્યા છે તેઓ તરફથી આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ગોલ્ડ બોન્ડના છેલ્લા ઈશ્યૂમાં રોકાણકારોએ ગુજરાતની પોસ્ટ ઓફિસમાંથી 35 કિલોથી વધુ માટે સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદ્યા હતા. આ અંગેની વધુ માહિતી માટે આપની નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો અથવા લેન્ડલાઇન નંબર 079 25505386 અથવા 0281 2226509 પર કોલ કરવો. મોરબી જિલ્લામાં ગોલ્ડ બોન્ડ રોકાણ માટે અને અન્ય માહિતી માટે પબ્લીક રીલેશન ઇન્સ્પેક્ટર જે.આર.રાવલ, મોરબી મુખ્ય પોસ્ટ ઑફિસ મોરબી ખાતે તેમનો સંપર્ક કરવો અથવા તેઓના મોબાઈલ નંબર 9879873624 પર સંપર્ક કરી વધુ વિગતો મેળવી શકાય છે.

- text