મોરબીમાં ધાર્મિક-સામાજિક સંગઠનોએ ગંદકીવાળી જગ્યાએથી દેવી-દેવતાઓના ચિત્રોવાળી ટાઇલ્સ દૂર કરી

- text


મોરબી: મોરબીના ધાર્મિક અને સામાજિક સંગઠનોએ શહેરમાં આવેલા જાહેર અને ગંદકી વાળી જગ્યા પરથી દેવી-દેવતાઓના ચિત્રવાળી ટાઇલ્સ જાતે દૂર કરીને આવી ટાઇલ્સને નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી.

આજથી એક મહિના પહેલા મોરબી શહેરના ધાર્મિક અને સામાજિક સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદન આપીને શહેરના વિવિધ જાહેર ગંદકીના સ્થળો પર લગાવવામાં આવેલી ટાઇલ્સ કે જેમાં દેવી દેવતાઓના ચિત્ર હોય તેને દૂર કરવાની રજૂઆત કરી હતી. એક મહિનાનો સમય વીતી જવા છતાં તંત્ર તરફથી કોઇ કામગીરી કરવામાં ન આવતા 7 જાન્યુઆરી અને ગુરુવારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, ગૌરક્ષક કમાન્ડો ફોર્સ, અખિલ વિશ્વ ગૌ રક્ષક દળ અને મહાકાલ ગ્રુપ દ્વારા જે તે જગ્યાઓએ લગાડવામાં આવેલી દેવી દેવતાઓના ચિત્રવાળી ટાઇલ્સને દૂર કરી સન્માનપૂર્વક નદીમાં વિસર્જિત કરી હતી.

- text

ઉપરોક્ત કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના પ્રમુખ કે.બી બોરીચા, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી કમલભાઈ દવે, સહમંત્રી જીતેન્દ્રભાઈ ચાવડા, બજરંગ દળ જિલ્લા પ્રમુખ વિક્રમભાઈ શેઠ, શહેર પ્રમુખ ચેતનભાઈ પટાડીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ રાઠોડ, ગૌ રક્ષક દળના પ્રમુખ કૃષ્પભાઈ રાઠોડ તેમજ જીતુભાઇ સેતા, અંકિતભાઈ કૈલા, વૈભવભાઈ પટેલ, પંકજભાઈ નકુમ, કરણસિંહ ઝાલા, હાર્દિકસિંહ વાઘેલા, કિશનભાઈ રાવળ, સની કલોલા, પાર્થ પટેલ, જયદીપભાઈ બોરીચા, ભાવેશભાઈ બોરીચા, વિપુલભાઇ બોરીચા, સુરેશભાઈ રબારી, કુલદીપભાઈ પરમાર સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા.

- text