મોરબીના યુવાન યોગી પટેલ ‘આપ’માં જોડાયા, જિલ્લા યુવા સંગઠનમાં ઉપપ્રમુખની જવાબદારી સોંપાઈ

- text


મોરબી : આજ રોજ મોરબી શહેરના યુવા સામાજિક આગેવાન, ઉદ્યોગપતિ યોગી રમણિકભાઈ હળવદિયા (યોગી પટેલ) વિધિવત રીતે ‘આમ આદમી પાર્ટી’માં જોડાયા છે. તથા તેમને મોરબી જિલ્લા યુવા સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેને મોરબી જિલ્લા આપ પ્રમુખ એ. કે. પટેલ, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ યોગેશ રંગપડીયા તથા રાજેશભાઈ હરણીયા પૂર્વ મોરબી તાલુકા પ્રમુખએ આવકારી આગામી સમયમાં પાર્ટીના લક્ષ્યને સાકાર કરવા શુભેચ્છા પાઠવી છે.

- text

 

- text