વાંકાનેરના પાંચદ્વારકા ગામે મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

- text


વાંકાનેર : વાંકાનેરના પાંચદ્વારકા ગામે સામાન્ય રીતે વાહન અથડાવવા જેવી નજીવી બાબતે મારમારી થઈ હતી. જેમાં અગાઉ એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે પણ મારમારીની વળતી ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કેસુભાઇ રામજીભાઇ દંતેસરીયા (ઉ.વ.૩૫ ધંધો રી.ડ્રા. રહે. પાંચદ્રારકા જુના ગામમાં વાંકાનેર) એ આરોપીઓ મનીષભાઇ પોપટભાઇ દંતેસરીયા, અરવિંદભાઇ પોપટભાઇ દંતેસરીયા (રહે. બંન્ને પાંચદ્રારકા) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩ ના રોજ પાંચદ્રારકા ગામે આરોપીએ પોતાના ધર પાસે શેરીમાં મોટર સાયકલ લઇ ઉભેલ હોય દરમ્યાન ફરીયાદી પોતાની ઓટો રીક્ષા લઇ નીકળતા રીક્ષા આરોપીના મોટર સાયકલ સાથે ઘસાઈ હતી. જે બાબતે આરોપીઓ તથા ફરીયાદીને બોલાચાલી થતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી ઝધડો તકરાર કરી તલવાર વડે ફરીયાદીને કપાળમાં ઇજા કરતા તેમજ લાકડી વડે ડાબા હાથમાં મારમારી ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text