મોરબી જિલ્લાની આશરે 200 સ્કુલ બસોને ટેક્સમાંથી મુક્તિનો લાભ મળશે

- text


જોકે નોનયુઝ સ્કૂલ બસોને ટેક્સ માફી મળતા RTOને રૂ. 14 લાખનો ફટકો પડશે

મોરબી : કોરોના સંક્રમણને કારણે રાજ્યની તમામ પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રહી છે. જેના કારણે શાળાઓની ફીમાં ઘટાડો કરવો પડ્યો હતો. આ કારણોસર શાળાઓ દ્વારા ટ્રાન્સપોર્ટની બસને વેરામાંથી મુકિત આપવા માંગણી કરી હતી. આ માંગણી સરકારે મંજુર કરી શાળાને વેરામાંથી મુકિત આપી છે. રાજય સરકારના આ નિર્ણયથી મોરબી જિલ્લાની આશરે 200 સ્કુલ બસોને ટેક્સમાંથી મુક્તિનો લાભ મળશે. આથી,
એક તરફ શાળા સંચાલકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જો કે બીજી તરફ મોરબી આર.ટી.ઓ.ને રાજય સરકારના આદેશથી 14 લાખનો ફટકો પડી શકે છે.

- text

કોરોના મહામારીના કારણે રાજયની શાળાઓ માર્ચ મહિનાથી બંધ છે. જેના કારણેને શાળાની બસ પણ લાંબા સમયથી બંધ છે. જેથી, શાળાઓ દ્વારા રાજય સરકારમાં વાહન વેરામાંથી મુકિત આપવા માંગણી કરવાંમાં આવી હતી. જે માંગણી રાજય સરકારે આજે શાળાઓને વાહન વેરામાંથી મુકિતની જાહેરાત કરી હતી. જે મુજબ પોતાની માલિકીની બસ ધરાવતા હોય અને 01-04-2017 પહેલા રજિસ્ટર્ડ કરવામાં આવ્યા હોય તેમને સીટ દીઠ રૂ. 200ની માફી આપી છે. મોરબી જિલ્લા આર.ટી.ઓ. ઓફિસમાં 200થી વધુ બસ નોંધાઇ છે. અને તે બસમાં આ ટેક્સ માફ થવાથી મોરબી આર.ટી.ઓ.ને રૂ. 14 લાખનો ફટકો પડશે તેમ મોરબી આર.ટી.ઓ.ના જે.કે. પટેલે જણાવ્યું હતું.

- text