વાંકાનેરના અંધ-અપંગ ગૌઆશ્રમ દ્વારા ગૌમાતાના લાભાર્થે દાન આપવા ગૌભકતોને અપીલ

- text


વાંકાનેર : વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આવેલ ‘અંધ-અપંગ ગૌ આશ્રમ-ગોપાલ વાડી’ અંધ-અપંગ-અશક્ત ગૌમાતાઓની સેવા સંસ્થા કરતી અગ્રણી સંસ્થા છે. આ સંસ્થામાં અંધ-અંપગ ગૌમાતા અને તેનો પરિવાર મળી કુલ 1100થી વધુ ગૌવંશને લીલા-સુકા ઘાસ, ગોળ-ખોળ અપાય છે. અને સાથે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા નિયમીત સારવાર પણ આપવામાં આવે છે.

અંધ-અપંગ ગૌશાળાની રાજાવડલા રોડ ઉપરની ગોપાલવાડીમાં ગૌમાતા માટે રૂ. 7 કરોડના ખર્ચે અધ્યતન નિવાસની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ગૌમાતાનું ઓપરેશન થઈ શકે તેવુ દવાખાનું, પ્રદર્શન હોલ, બાલ-ક્રિડાંગણ, ગૌ ગાર્ડન, સીનીયર સીટીઝન પાર્ક, ચબુતરો, ગૌમાતાનું ભવ્ય મંદિર સહીતની તમામ સુવિધાઓ ગૌશાળામાં મળી રહે તેને ધ્યાનમાં રાખી ટ્રસ્ટીઓ દ્વારા દાતાઓના સહયોગથી કામ કરવામાં આવી રહ્યું છે. ગૌશાળાના નિભાવ માટે દરરોજ 50 હજારથી વધારે ખર્ચ હોય છે. માટે દાતાઓનો સહયોગ જરૂરી હોવાથી દાનની સરવાણી વહાવવા ટ્રસ્ટી મંડળ દ્વારા અપીલ કરાઈ છે. કોરોના મહામારીના પગલે આવેલા લોકડાઉનના કારણે સંસ્થાને દર વર્ષે આવતા દાનમાં 25-30 ટકાનો ઘટાડો થયો છે. ત્યારે દાનની ઘટ પુરવા ટ્રસ્ટીઓએ અપીલ કરી છે.

- text

- text