મોરબીના ભડિયાદ ગામના બૌધનગર વિસ્તારમાં એક સપ્તાહથી પાણી વિતરણ ઠપ્પ

- text


 

ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા વિભાગના ઉદાસીન વલણથી 60થી વધુ પરિવારોની પાણી માટે રઝળપાટ

નઝરબાગ સંપથી માત્ર 1 કીમી દૂર વિસ્તાર, છતાં પાણીની સમસ્યા

મોરબી :.મોરબી શહેરના સામાંકાંઠા વિસ્તાર ભડિયાદ ગ્રામ પંચાયતની હદમાં આવતા બૌધનગર સોસાયટીમાં તંત્ર દ્વારા વર્ષોથી એકાતરા પાણી વિતરણ કરાય છે. જોકે છેલ્લા એક સપ્તાહથી આ વિસ્તારમાં પાણી સદંતર બંધ થઈ જતા આ વિસ્તારમાં રહેતા 60 જેટલા પરિવારની હાલત કફોડી બની છે.આ અંગે ગ્રામ પંચાયત તેમજ પાણી પુરવઠા વિભાગ બને માંથી એક પણ તંત્ર જાણે ઉદાસીન વલણ દાખવીને બેઠું હોય તેમ આ વિસ્તારમાં પાણી વિતરણ શરૂ કરવાનું તો દૂર ક્યાં કારણોસર પાણી નથી આવતું. તે જાણવાની પણ તસ્દી લીધી નથી.

- text

અગત્યની વાતતો એ છે કે મોરબી બે વિસ્તારમાં પાણી વિતરણ થતા નઝરબાગ ફિલ્ટર પ્લાન્ટથી માત્ર 1 કિ.મી દૂર છે તેમ છતાં કયા ફોલ્ટના કારણસર પાણી વિતરણ નથી થતું તે જણાવાનો કે તેને રીપેર કરવાનો સમય નથી. આ વિસ્તારથી માત્ર 500થી 600.મીટરના અંતરે છેલ્લા 6 મહિનાથી પાણીની લાઈન તૂટી ગઈ છે જેમાંથી દરરોજ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.જે રીપેર કરવાનું પણ તંત્રને સૂઝતું નથી મોરબી પાણી પુરવઠા વિભાગના આ ઓરમાયા વર્તનને કારણે એક તરફ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તો બીજી તરફ બૌધનગર વિસ્તારના લોકો પીવાના પાણી માટે ટળવડી રહ્યા છે.

- text