મોરબી : રિક્ષામાં ભૂલી ગયેલા રૂ.24 હજાર ભરેલો થેલો શોધી મૂળ માલિકને પરત આપ્યો

- text


 

પોલીસની મદદથી રીક્ષા ચાલકે મૂળ માલિકને થેલો પરત આપ્યો

મોરબી : હળવદમાં પાન-બીડીની દુકાન ધરાવતા વેપારી તેમની દુકાનનો માલ સમાન ખરીદવા મોરબી આવ્યો હતા.એ દરમ્યાન તેઓ રિક્ષામાં પોતાના રૂ.24 હજારની રોકડ ભરેલો થેલો ભૂલી ગયા હતા.આ બાબત ધ્યાને આવતા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર નેત્રમ મોરબી તથા સેફર સીટી પ્રોજેકટ હેઠળ પોલીસે આ રિક્ષાની શોધખોળ કરીને રીક્ષા ચાલકનો પત્તો મેળવી પોલીસની મદદથી રીક્ષા ચાલકે આ રોકડ ભરેલો થેલો મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા દાખવી હતી.

- text

હળવદના જુના દેવળીયા ગામે રહેતા રાજેન્દ્રકુમાર અમરદાસ રામાનુજ ગત તા.24 ના રોજ પોતાની પાન-બીડીની દુકાનનો સમાન ખરીદવા મોરબી આવ્યા હતા અને તેઓ પરત ફરતી વખતે સામાંકાંઠેથી રિક્ષામાં બેઠા હતા પણ તેઓ રિક્ષામાં પોતાના રૂ.24 હજારની રોકડ રકમ ભરેલો થેલો ભૂલી ગયા હતા.આ બનાવની જાણ થતાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર નેત્રમ મોરબી તથા સેફર સીટી પ્રોજેકટ હેઠળ સીસીટીવી કેમેરા મારફત એ રિક્ષાની શોધખોળ હાથ ધરી હતી અને સીસીટીવી કેમેરા મારફત રિક્ષાના નબર મેળવી રીક્ષાના માલિક ગોપાલભાઈ ભોજાભાઈ શિયાળનો સંપર્ક કર્યો હતો.રીક્ષા ચાલકે પણ પ્રમાણિકતા દાખવીને પોલીસની હાજરીમાં રૂ.24 હજારની રોકડ ભરેલો થેલો મૂળ માલિકને પરત આપ્યો હતો.

- text