મોરબી અને માળીયામાં ઈંગ્લિશ દારૂની બેટલો સાથે નીકળેલા બે ઝડપાયા

- text


મોરબી: મોરબી અને માળીયામાં પોલીસે બાતમીના આધારે ગઈકાલે ઈંગ્લિશ દારૂની બેટલો સાથે નીકળેલા બે શખ્સોને ઝડપી લીધા હતા. આ ઈંગ્લિશ દારૂની બોટલોની હેરાફેરીમાં કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફે મોરબીના ખાટકીવાસ પાસેથી ઈંગ્લિશ દારૂની બોટલો.લઈને નીકળેલા આરોપી અલ્તાફભાઇ ઉર્ફે દીલો જુમાભાઇ ગાલપ (ઉ.વ-૩૯ રહે.મોરબી ખાટકીવાસ તલવાડીવાસ)ને ભારતીય બનાવટની વીદેશી દારૂની મેક્ડોલ્સ નં-૧ સુપીરીયલ્સ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ MLની કંપની શીલ બંધ બોટલ નંગ-૧ કિ.રૂ.૩૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

આ ઉપરાંત, માળીયા પોલીસે ગઈકાલે મોટા દહિસરા રેલ્વે સ્ટેશન પાસે વવાણીયા પાસેથી જયકીશનભાઇ ભાનુભાઇ અવાડીયા (ઉ.વ. ૨૦) ને પોતાના નેફામા રાખેલી ભારતીય બનાવટની મેકડોવલ્સ નં ૧ સુપરીયર વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની બોટલ મા ૨૫૦ મીલી દારુ ભરેલ બોટલ સાથે ઝડપી લીધો હતો.તેમજ બીજો આરોપી સંજયભાઇ જેઠાભાઇ ડાંગર (ઉ.વ-૩૦) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text