નગર દરવાજા નજીક દરરોજ ઉભરાતી ગટરોથી વેપારીઓ ત્રાહિમામ

- text


વહીવટદારના શાસનમાં શહેરની આ જૂની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ

મોરબી: નગરપાલિકા બોડીની મુદત પુરી થતા બે સપ્તાહ પૂર્વે વહીવટદારના હાથમાં મોરબી શહેરની શાસનધુરા આવી ત્યારે શહેરના દરેક વોર્ડની રોજિંદી સમસ્યાના નિવારણની ખાત્રી ઉચ્ચારાઈ હતી. ત્યારે મોરબી શહેરનું નાક ગણાતા નગર દરવાજા વિસ્તારમાં દરરોજ ઉભરાતી ગટરની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની સ્થાનિક વેપારીઓએ માંગ ઉઠાવી છે.

મોરબી શહેરના નગર દરવાજા પાસે જ ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યા વિકરાળ બની છે. વ્યાપારથી ધમધમતા વિસ્તારમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવતા જતા હોય છે. ત્યારે ઉભરાતી ગટરનું પાણી આખા વિસ્તારમાં ફેલાયું હોય લોકોને અહીં વેપાર-ધંધો કરવો મુશ્કેલ બની રહ્યો છે. ઉભરાતી ગટરને કારણે ગ્રાહકો આ વિસ્તારમાં ખરીદી કરવા જવાનું ટાળી રહ્યા છે ત્યારે ધંધો ન ગુમાવવો પડે એ માટે સ્થાનિકો લગભગ દરરોજ આ વિસ્તારની ગટરો જાતે સાફ કરવા મજબુર બન્યા છે.

એક તરફ મહામારીને લઈને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલો કરાય છે તો બીજી તરફ તંત્ર તરફથી આ સમસ્યા સદર્ભે આંખ આડા કાન કરાઈ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે હાલમાં પાલિકા તંત્રનું વાહીવટીદાર શાશન આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી સ્થાનિક વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.

- text

- text