હળવદ નજીક જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 4 ઝડપાયા

- text


હળવદ પોલીસે સ્થળ પરથી ઘોડી પાસાના બે નંગ તથા રોકડા રૂ. 10,580 કબ્જે કર્યા

હળવદ : હળવદ પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે હળવદ નજીક દોરડો પાડી જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 4 શખ્સોને ઝડપી લીધા હતા. હળવદ પોલીસે સ્થળ પરથી ઘોડી પાસાના બે નંગ તથા રોકડા રૂ. 10,580 કબજે કરી આ તમામ આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે હળવદના પારેખ ફળી, ગોપાલ લાલજી મંદિર પાસે રસ્તા ઉપર જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા આરોપીઓ અશરફભાઈ રહીમભાઈ ભટ્ટી, આફતાબભાઈ રફિકભાઈ મન્સૂરી, રક્ષેસભાઈ ઉર્ફે રવિભાઈ દિલીપભાઈ જોશી, નિલેશભાઈ ભાનુંશંકરભાઈ આચાર્યને ઝડપી લીધા હતા. તેમજ હળવદ પોલીસે આ સ્થળ ઉપરથી ઘોડી પાસાના બે નંગ તથા રોકડા રૂ. 10,580 કબજે કરી આ તમામ આરોપીઓની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text