મોરબીના વીસીપરામાં કારખાના નજીકથી એક્ટિવાની ચોરી

- text


મોરબી : મોરબીના વીસીપરામાં કારખાના નજીકથી એક્ટિવાની ચોરી થઇ ગયેલ છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 21ના રોજ રોશનબેન વજીરભાઈ બ્લોચ (રહે. મોરબી)એ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી છે કે તેમના દિકરા સમીરભાઈનુ કાળા કલરનુ એકટીવા રજી.નં GJ-36C-7624 અમરેલી રોડ પર વિસિપરામાં પ્રજાપત કારખાના પાસેથી ગત તા. 10ના રોજ રાત્રીના દશેક વાગ્યેની આસપાસ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો છે. હાલમાં પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

- text