રણમલપુર ગામે વર્લી ફીચરનો જુગાર રમતો એક પકડાયો

- text


હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 21ના રોજ રણમલપુર ગામે વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ કરશનભાઇ રાઠોડ તેના રહેણાંક મકાનની બાજુમા ચોક પાસે જાહેરમા આંક ફરકનો વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વર્લી ફીચરના સાહીત્ય તથા રોકડ રૂ. 580 મળી કૂલ રૂ. 582નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસ દ્વારા આરોપી વિનોદની અટકાયત કરવામાં આવી છે.

- text

 

- text