ધારાસભ્ય અને અજય લોરીયાએ કૃષિ બિલની સાચી સમજ માટે ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ ખેડ્યો

- text


કૃષિ સંબધિત ત્રણ કાયદાઓ ખેડૂતોના હિતમાં જ હોવાની વિસ્તૃત સમજણ આપી

મોરબી : તાજેતરમાં કેન્દ્ર સરકારે કૃષિ સંબધિત ત્રણ કાયદાઓને પસાર કર્યા છે. આ મામલે વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરાતો હોવાથી કૃષિ સંબધિત કાયદાઓનું ખેડૂતોને સાચું જ્ઞાન આપવા અને આ કાયદાથી ખેડૂતોને થનારા ફાયદાની માહિતી આપવા તેમજ ભાજપ સંગઠનને મજબૂત બનાવવા પેજ સમિતિની રચના કરી તેના પ્રમુખની નિમણુંક કરવા માટે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ અજય લોરીયાએ મોરબી અને માળીયા તાલુકાના ગામોનો પ્રવાસ ખેડયો હતો.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ અજય લોરીયાએ વાઘપર, પીલુડી, ગાળા, પંચવટી નગર સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને કૃષિ સંબધિત કાયદા તેમના હિતમાં જ હોય આ અંગે સરકારની નિયત એકદમ સાફ હોય અને ખેડૂતોના હિતમાં આ કાયદા ઘડાયા હોવાનું જણાવીને વિરોધ પક્ષ ખોટો વિરોધ કરીને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. કૃષિ કાયદા સામેનો વિરોધ પક્ષના વિરોધમાં કોઈ તથ્ય ન હોય. વડાપ્રધાન મોદી આગામી 25 ડિસેમ્બરે કૃષિ કાયદાની સ્પષ્ટતા કરવાના હોય, તેનો લાભ લેવાની ખેડૂતોને અપીલ કરી હતી. અજયભાઈ લોરીયાએ પેજ સમિતિ અને પેજ પ્રમુખની આવશક્યતા અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત જાણકારી આપી હતી. આ તકે ગાળા ગામના સરપંચ કેશુભાઈ અને ભગવાનજીભાઈ, પંચવટીનગરના ખીમજીબાપા, પીલુડી ગામના ક્ષત્રિય આગેવાનોએ આ બાબતને આવકારી ખેડૂતોને ગુમરાહ ન થવા તેમજ પેજ સમિતિમાં જોડવવાનું આહવાન કર્યું હતું.

- text

- text