દેશ આઝાદ થયાના 14 વર્ષ બાદ 1961માં આજની તારીખે બ્રિટિશોની ગુલામીમાંથી ગોવા આઝાદ થયું હતું

- text


36 કલાકથી વધુ ચાલ્યુ હતું ‘ઓપરેશન વિજય’ : સેનાની ત્રણેય પાંખોએ મળી અપાવી સફળતા

મોરબી : ભારત દેશનું સૌથી નાનું અને કેન્દ્રશાષિત રાજ્ય એટલે ગોવા. ગોવામાં આજે 19 ડિસેમ્બરને સ્વાતંત્રદિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સશસ્ત્ર દળોએ પોર્ટુગીઝ શાસનના 450 વર્ષ શાસન કર્યા બાદ 1961માં ગોવાને મુક્ત કર્યું હતું. ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે.

ગોવા દરિયાઈ બીચ માટે જાણીતો છે અને તેથી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. અનેક લોકો ત્યાં પ્રવાસ પણ કરી આવ્યા હશે. પરંતુ ઘણા લોકો નથી જાણતા કે ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો ત્યારે ગોવા આઝાદ થયુ ન હતું. ભારતીય સેનાએ જનરલ જે.એન.ચૌધરીના નેતૃત્વમાં યુદ્ધ કરવામાં આવ્યું હતું જેનું નામ “ઓપરેશન વિજય” આપ્યું હતું. આ યુદ્ધ 36 કલાકથી વધુ ચાલ્યુ હતું અને તેમાં વાયુસેના, દરિયાઈસેના અને ભૂમિસેના સામેલ હતી.

પોર્ટુગીઝએ 1510 માં ભારતના ઘણા ભાગોમાં વસાહતો કરી હતી. પરંતુ 19 મી સદીના અંત સુધીમાં ભારતમાં પોર્ટુગીઝ વસાહતો ગોવા, દમણ, દીવ, દાદરા, નગર હવેલી અને અંજેડિવા આઈસલેન્ડ સુધી મર્યાદિત હતી. ગોવામાં પોર્ટુગીઝ વસાહતી શાસનનો અંત લાવવામાં માંગનારી ગોવા મુક્તિ ચળવળ, નાના પાયે બાળવોથી શરૂ થઈ. ભારત દેશ આજાદ થઈ ગયા બાદ ગોવા હજુ પણ પોર્ટુગીઝોના શાસનમાં હતું. પોર્ટુગીઝોએ ગોવા અને અન્ય ભારતીય પ્રદેશો પર પોતાનો હોદો છોડી દેવાનો ઇનકાર કર્યો હતો.

અસંખ્ય અસફળ વાટાઘાટો અને પોર્ટુગીઝો સાથે રાજદ્વારી પ્રયત્નો બાદ ભારતના પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ નિર્ણય કર્યો હતો કે લશ્કરી દખલ એકમાત્ર વિકલ્પ હતો. 18 ડિસેમ્બર, 1961 ના રોજ હાથ ધરવામાં આવેલ “ઓપરેશન વિજય” જેમાં 36 કલાકની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય સૌનીકોએ 19 ડિસેમ્બરે ગોવાના પ્રદેશ પર થોડો પ્રતિકાર કર્યો હતો અને પદભ્રષ્ટ ગવર્નર જનરલ મેન્યુયલ એન્ટોનીઓ વાસાલો ઈ સિલ્વાએ આત્મસમર્પણના પ્રમાણપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ રીતે પોર્ટુગીઝ શાસનનો અંત લાવવામાં આવ્યો હતો. આનાથી ભારત વિદેશી શાસનથી સંપૂર્ણ મુક્ત થઈ ગયું અને 19 ડિસેમ્બરથી સ્વતંત્રદિન ઉજવવામાં આવે છે.

- text

ભારતીય નેવલ શીપ ગોમંતક ખાતેનું યુદ્ધ મેમોરિયલ સાત યુવાન બહાદુર ખલાસીઓ અને અન્ય જવાનોની યાદમાં બનવાવમાં આવ્યું હતું. જેમણે 19 ડિસેમ્બર 1961ના રોજ અંજદીપ આઇલેન્ડ અને પ્રદેશોના મુક્તિ માટે ભારતીય નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન વિજયમાં પોતાનો જીવ આપ્યો હતો. 30 મે, 1987 ના રોજ ગોવા ભારતનું 25 મું રાજ્ય બન્યું હતું. ગોવા એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ભારતીય બંધારણના અનુસૂચિત 44 મુજબ સમાન દીવાની કાયદો લાગુ છે. પણજી એ ગોવાની રાજધાની છે. ભારતના કેન્દ્રશાસિત પ્રદેશમાંથી માથાદીઠ આવક સૌથી વધુ ગોવા રાજ્યની છે.

- text