માળીયા (મી.) પોલીસ મથકના 4 પોલીસ કર્મીઓને એસપીએ કર્યા સસ્પેન્ડ

- text


નવલખી પાસે પોલીસકર્મી સંચાલિત જુગાર ધામ પર આર.આર.સેલ.ના દરોડા બાદ કાર્યવાહી

માળીયા (મી.) : મોરબી જિલ્લાનાં માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મીઓને એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે. નવલખી જવાના રસ્તે ખીરસરા ગામ નજીક એક ફોરેસ્ટ ગાર્ડના ક્વાર્ટરમાં મોરબી જિલ્લાના જ પોલીસ કર્મી દ્વારા જુગાર ધામ ચલાવાતું હોવાની બાતમી આધારે આર.આર.સેલ. દ્વારા દરોડો પાડ્યો હતો. આ જુગાર દરોડાને લઈ પોલીસ વડાએ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરાથી નવલખી રોડ પર ખીરસરા ગામ નજીક આવેલ ફોરેસ્ટના એક ક્વાર્ટરમાં હળવદ પોલીસ મથકમાં ફરજ બજવતા પોલીસ કર્મી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ઝાલા દ્વારા ચલાવવામાં આવતા જુગાર ધામ પર રાજકોટ આર.આર.સેલ.ની ટીમ દ્વારા દરોડો પાડ્યો હતો. અને જુગાર રમતા તત્વોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં મોરબી જિલ્લા પોલીસ વડાએ માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિજયદાન હરદાન ગઢવી, વિપુલ કિશોરભાઈ ફુલતરિયા, શૈલેષ રવજીભાઈ રબારી, જયદેવસિંહ વનરાજસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

- text