મોરબીના ઝીકિયારીમાં 1962ની ટીમે ગાયની જોખમી પ્રસૂતિ કરાવી

- text


 

મોરબી : મોરબી તાલુકાના ઝીકિયારી ગામમાં એક ગાયને પ્રસુતિ કરવાની હોવાથી 1962 પશુ સારવાર મોબાઈલ વાન ટીમ ગામમાં પહોચી હતી. આ દરમિયાન ગાયના ગર્ભમાં વાછરડું ફસાઈ જતા ગાયની હાલત કફોડી બની હતી. જોકે 1962 ટીમ દ્વારા સૂઝબૂઝથી ગાયનો જીવ બચાવ્યો હતો.

- text

રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં રખડતા પશુ તેમજ પાલતુ પશુઓમાં બીમારી તેમજ અન્ય પશુઓની સારવાર થાય તે માટે 1962 મોબાઈલ પશુ દવાખાના શરૂ કરવામા આવ્યા છે અને તેના ભાગરૂપે મોરબીમાં પણ અલગ અલગ વાહનો ફાળવામાં આવી છે. મોરબીના ઝીકિયારી ગામમાં એક ગાયને પ્રસુતિ હોવાનો 1962ને ફોન આવ્યો હતો. જે બાદ મોરબીમાં ડો.દીક્ષિત સુજીત્રા, ડો.તાલિબભાઈ, પાઇલોટ અશ્વિનભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગાયની પ્રસુતિ કરાવી હતી આ દરમિયાન ગાયના ગર્ભમાં વાછરડું ફસાઈ ગયુ હતું જેને સૂઝબૂઝથી ગાયની સફળ પ્રસુતિ કરાવી હતી તેમજ બન્ને ગાય અને વાછરડાનો જીવ બચાવ્યો હતો.

- text