મોરબી અને વાંકાનેરમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા

- text


વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં ચિતાનું મોજું

મોરબી, વાંકાનેર : હાલ હવામાન વિભાગની કમૌસમી વરસાદની આગાહીની વચ્ચે મોરબી અને વાંકાનેરમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડયાના સમાચારો મળી રહ્યા છે.

હવામાન વિભાગની કમૌસમી વરસાદની આગાહીની વચ્ચે મોરબી સહિત સૌરાષ્ટ્ર આજે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યા બાદ રાત્રીના 11 વાગ્યા બાદ મોરબીના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા અને વરસાદી ઝાપટા પડ્યા છે. ચાંચાપર આજુબાજુના ગામોમાં વરસાદી ઝાપટા પડયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જ્યારે મોરબી શહેરમાં પણ અમુક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા છે.

- text

જ્યારે વાંકાનેરના પ્રતિનિધિ હરદેવસિંહના જણાવ્યા મુજબ વાંકાનેરમાં પણ મોડી રાત્રીના ધીમીધારે વરસાદ પડ્યો હતો. વાંકાનરેના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમૌસમી વરસાદી ઝાપટા પડ્યા હતા.

શિયાળામાં સર્જાયેલા કમૌસમી વરસાદી વાતાવરણથી ખેડૂતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

- text