માળીયા-કચ્છ હાઇવે પર ટ્રાફિકજામ, ભારે વાહનોના થપ્પા લાગ્યા

- text


માળીયા (મી.): માળીયા-કચ્છ હાઇવે ઉપર આજે સવારથી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામને લઈને માળીયાથી છેક સુરજબારીના પુલ સુધી ભારે વાહનોની કતારો લાગી હતી. આ ટ્રાફિકજામમાં ભારે વાહનોના થપ્પા લગતા અસંખ્ય વાહન ચાલકો ફસાયા હતા. સુરજબારી પુલની એક તરફનું સમારકામ કામ ચાલતું હોવાથી આ ટ્રાફિકજામ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. માળીયા-કચ્છ હાઇવે ઉપર ખાસ્સા સમય સુધી ટ્રાફિકજામને કારણે વાહનો એકદમ કાચબા ગતિએ ચાલતા જોવા મળ્યા હતા. ધીમીગતીએ ચાલતા વાહન વ્યવહારને પગલે અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ઉપરોક્ત ટ્રાફિકજામ ગઈકાલે રવિવારથી શરૂ થયો હતો. જે આજે સોમવારે વધુ ફેલાયો હતો. સોમવાર સવારથી ટ્રાફિકજામની સ્થિતિ વણસી છે ત્યારે વાહનચાલકો હાઇવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવતી કાલે મંગળવારે ભારતબંધના એલાનને લઈને ગુજરાત કોંગ્રેસ સહિત અમુક ખેડૂત યુનિયાનોએ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આજે સોમવારે સર્જાયેલા ટ્રાફિકજામને લઈને લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

- text

- text