રવાપરના નીતિન પાર્કમાં પીવાના પાણીની અનિયમિતતા : સ્થાનિકોની ટીડીઓને રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લાના રવાપરના નીતિનપાર્કમાં પીવાના પાણીની અનિયમિતતા તથા થયેલી અપૂરતી વૈકલ્પિક વ્યવસ્થાને લઈને સ્થાનિકોએ ટીડીઓને લેખિત રજુઆત કરી છે.

- text

રવાપરના નિતીનપાર્ક વિસ્તારમાં પીવાના પાણીની લઈને કોઈ સ્થાઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોની વારંવારની માંગણીને લઈને ગ્રામ પંચાયત દ્વારા ટેન્કર દ્વારા પાણી પુરવઠો પૂરો પડાઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યાનુસાર ટેન્કર દ્વારા પૂરો પાડવામાં આવતું પાણી અપૂરતું હોય રવાપર ગ્રામપંચાયતને રજુઆત કરવામાં આવી હતી. જેનો કોઈ સકારાત્મક પ્રતિસાદ મળતો નથી. જે સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી સ્થાનિકોએ તાલુકા પંચાયતમાં રજુઆત કરી છે. ઉલ્લેખનીય છે કે સરકારી દાવાઓ મુજબ ‘હર ઘરમેં નલ ઓર હર નલમેં જલ’ની યોજના રવાપર માટે હજુ ઘણી દૂર હોય તેવું સ્થાનિકો વસવસા સાથે અનુભવી રહ્યા છે.

 

- text