પીપળી-બેલા રોડ પર રોજની ટ્રાફિકજામની સમસ્યાઓથી વાહનચાલકો ત્રસ્ત

- text


મોરબી : પીપળી-બેલા રોડ પર છેલ્લા વર્ષોથી વધી રહેલા ટ્રાફિકજામની સમસ્યાને લઈને વાહનચાલકો સહિત સ્થાનીય ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આજે ગુરુવારે પણ લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોનો અમૂલ્ય સમય અને મહામુલા ઇંધણનો વ્યય થયો હતો.

પીપળી-બેલા રોડને બે-ચાર દિવસ પૂર્વે જ રીપેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ગુરુવારે તંત્રની અણધડ નીતિને લઈને બિસ્માર બનેલા રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને કારણે સેંકડો વાહનચાલકોએ ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પર વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાને લઈને તંત્ર હજુ હરકતમાં આવ્યું નથી. હાઇવે પોલીસ કે ટ્રાફિક પોલીસ બંદોબસ્તની ખાસ જરૂરિયાત અનુભવતા આ માર્ગ પર વાહનચાલકો ભગવાન ભરોસે હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે.

- text

વારંવાર સર્જાતા ટ્રાફિકજામની સમસ્યાને લઈને સ્થાનિકોએ અનેકોવાર રજુઆત કરી હોવા છતાં તંત્ર આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોની વ્હારે આવ્યું નથી. આ માર્ગ પરથી કામકાજના સ્થળે સમયસર પહોંચવા માટે લોકોએ રીતસર સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર માથાના દુઃખાવારૂપ ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ માટે વામણી પુરવાર થઇ રહી હોવાનો વસવસો ટ્રાફિકજામમાં ફસાયેલા વાહન ચાલકો વ્યક્ત કરી રહ્યા હતા.

- text