ડો. હેડગેવાર સેવા સમિતિ દ્વારા મોરબીમાં મેડિકલ સાધન સેવા કેન્દ્ર શરૂ કરાયું

- text


મોરબી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત સેવા ભારતી સંલગ્ન ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ – રાજકોટ દ્વારા મોરબીમાં મેડિકલ સાધન સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં વોકર, ટોયલેટ ચેર, વહીલ ચેર, આર્થોપેડીક પલંગ, યુરિન પોટ સહિતના મેડિકલ સાધનો ઉપલબ્ધ છે. મોરબીમાં શનાળા રોડ પર GIDC પાછળ ચિત્રફૂટ ચોક નજીક માધવ પુસ્તકાલયમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કેશવ કુંજ ખાતે આ કેન્દ્ર આવેલ છે. જરૂરિયાતમંદ લોકો કેન્દ્રમાં ઉપલબ્ધ મેડિકલ સાધનોનો લાભ લઇ શકે છે. મેડિકલ સાધન મેળવવા માટે પ્રાણજીવનભાઈ વિડજા (94273 62469) અથવા ચંદુભાઈ દશાડીયા (98985 58436)નો સંપર્ક કરી શકશે.

- text

- text