મોરબી નવા બસ સ્ટેન્ડ સામે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદઘાટન

મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, આશાપુરા ટાવર, બીજા માળે આજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદઘાટન સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે નવ નિયુક્ત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજા, પુર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, એ.પી.એમ.સી. ચેરમેન મગનભાઈ વડાવિયા, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.