મોરબી જિલ્લામાં PGVCLના વધુ ત્રણ સબ ડિવિઝન મંજૂર

- text


આસપાસના વિસ્તારમાં હવે વિના વિક્ષેપ વીજ પુરવઠો મળશે તેવો દાવો

મોરબી : મોરબી અને આસપાસ વધી રહેલા ઉદ્યોગો તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેત જોડાણને પગલે વીજ માંગમાં થતો વધારાને પહોંચી વળવા સમયાંતરે સબ ડિવિઝન વધારવાની માંગણી ઉઠી રહી છે. ત્યારે આ માંગણીઓને ધ્યાને લઇ સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા મોરબી માળીયા વિસ્તારનાં ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તથા પૂર્વ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનો દ્વારા સરકારમાં કરાયેલી રજૂઆતને પગલે મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ (ઉર્જા મંત્રી-ગુજરાત સરકાર) દ્વારા મોરબી જિલ્લામાં પી.જી.વી.એલ.ના નવા સબ ડિવિઝન (૧) નાની વાવડી સબ ડિવિઝન જે શકત શનાળા સાડીમાંથી વિભાજન (૨) વિરપર સબ ડિવિઝન જે ટંકારા સાડીમાંથી વિભાજન (૩) ઘુટુ સબ ડિવિઝન જે લાલપર સીડી અને મોરબી રૂરલમાંથી વિભાજન કરી નવા ૩ સબ ડિવિઝન મંજુર કરાયા છે.

- text

આ સબ ડિવિઝનથી વીજ વિક્ષેપની ફરિયાદ સત્વરે નિવારી શકાય તેમજ ફિડર રીપેરીંગમાં પણ ગતી આવશે. જેથી, ખેડૂતોને ખેતીમાં પુરતો સાતત્યપુર્ણ વીજ પુરવઠો મળી શકશે. તેમજ સબ ડીવીઝનના વિભાજન થવાથી ઔદ્યોગિક વિસ્તારની વીજ ફરિયાદનો ઝડપથી નિકાલ થઈ શકશે. તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ તકે મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા તથા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તથા ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા તેમજ મોરબી અને ટંકારાના પ્રજાજનોએ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.

- text