હરબટીયાળી ગામેં દેશી તંમચા સાથે બે શખ્સો ઝડપાયા

- text


ટંકારા : ટંકારાના હરબટીયાળી ગામેં પોલીસે દેશી તંમચા સાથે બે શખ્સો ઝડપી લીધા હતા. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે હરબટીયાળી ગામની સીમમાંથી આરોપીઓ મિલેષ નાગાભાઇ સંગોડ (ઉ.વ.૩૨ રહે. હાલ-હરબટીયાળી ગામની સીમમાં લવજીભાઇ ધરમશીભાઇ સંઘાણીની વાડીમાં મૂળ-પાવ તા.ધાનપુર જી.દાહોદ) તથા નરશીભાઇ મશુલાભાઇ સંગાડ (ઉ.વ.૩૫ રહે.હાલ-હરબટીયાળી ગામની સીમમાં ધનજીભાઇ રણછોડ પટેલની વાડીમાં મૂળ-પાવ તા.ધાનપુર જી.દાહોદ) ને ગેરકાયદે લાકડાના હાથામા ફીટ કરેલ હાથ બનાવટનો દેશી તમંચો કી. રૂ ૫૦૦ સાથે ઝડપી લીધા હતા. આ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવીને વિધિવત ધરપકડ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

- text