મોરબી જિલ્લાના વધુ બે પીએસઆઈની બદલીના હુકમ કરતા એસપી

 

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા દ્રારા ગત સાંજે 4 પીએસઆઈની આંતરિક બદલીના ઓર્ડર કર્યા બાદ આજે વધુ 2 પીએસઆઈના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં માળીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા એન.બી.ડાભીને એલસીબી પેરોલ ફર્લોમાં તેમજ લિવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ વી.જી.જેઠવાને એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે.