વાંકાનેરના સીંધાવદર ગામે ગાળો બોલવાના મામલે બે પરિવારો વચ્ચે મારામારી, કારમાં તોડફોડ

- text


બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાવી

વાંકાનેર : વાંકાનેરના સીંધાવદર ગામે ગાળો બોલવાના પ્રશ્ને બે પરિવારો વચ્ચે લોખંડના પાઇપ, લાકડી અને ધોકા વડે અથડામણ થઈ હતી. બન્ને પરિવારના સભ્યોએ એકબીજા ઉપર હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. આ બનાવ બાદ બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાવી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના સીંધાવદર ગામે રહેતા કેતનભાઇ રતીલાલ ચાવડા (ઉ.વ. ૨૩) એ તેજ ગામે રહેતા આરોપીઓ ભગવાનજીભાઇ કિશોરભાઇ મકવાણા, જતીનભાઇ કિશોરભાઇ મકવાણા, સુજલભાઇ દિનેશભાઇ મકવાણા, લલીતભાઇ જેઠાભાઇ મકવાણા, રવીભાઇ કિશોરભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૧ ના રોજ એક આરોપી બજારમાં ગાળો બોલતો હોય જેને ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા તેઓ અન્ય આરોપીઓને બોલાવી તમામ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો બોલી લાકડી વડે હાથ પગ માથામાં તથા ચહેરા પર નાક પર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

જ્યારે સામાપક્ષે ફરિયાદી ભગવાનજીભાઇ કિશોરભાઇ મકવાણા (ઉ.વ. ૨૮)એ મોહીતભાઇ નટુભાઇ ચાવડા, નટુભાઇ કલાભાઇ ચાવડા, કેતનભાઇ રતિલાલ ચાવડા, મયુરભાઇ નટુભાઇ ચાવડા, ગોમીબેન નટુભાઇ ચાવડા, રતીલાલ નાનજીભાઇ ચાવડા, ગીતાબેન જીવણભાઇ ચાવડા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ સાહેદ સુજલ દીનેશભાઇ મકવાણાને ગાળો બોલતો હોય જેને સમજાવવા જતા અને ગાળો બોલવાની ના પાડતા તમામ આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરીયાદી તથા સાહેદને લોખંડનો પાઇપ તથા લાકડી ધોકા વડે માથામાં મોડાપર તથા હાથમાં તેમજ શરીરે મારામારી ઇજાઓ કરી કરી ફરીયાદીની કારનો કાચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text