લક્ષ્મીનગર પાસે 650 લીટર દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ, એકની અટકાયત

- text


મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે 650 લીટર દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં એક શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે.

- text

ગઈકાલે તા. 22ના રોજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં રામદેવ હોટલ સામે હાઇવે રોડ ઉપર આરોપી જુમાભાઇ સાંજણભાઇ માજોઠી ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર કાર રજી. નંબર GJ-11-S-8521 (કિ.રૂ.૯૦,૦૦૦/-)માં દેશી દારૂની હેરાફેરી કરતો પકડાયો છે. આરોપીએ કારમાં પ્લા.ના બાચકા નંગ-૧૩ માં ૦૫ લીટરની ક્ષમતાવાળી પ્લા.ની કોથળીઓમાં દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ તેવી કોથળી નંગ-૧૩૦ દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લીટર-૬૫૦/- (કિં.રૂ.૧૩,૦૦૦/-) નો વેંચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે કાર અને દેશી દારૂ સહીત કુલ મુદ્દામાલ રૂ.૧,૦૩,૦૦૦/- જપ્ત કર્યો છે. અને આરોપીની અટકાયત કરી છે.

- text