મૂળ વાંકાનેરના નિવૃત જવાન પિયુષભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટીનું અવસાન

 

વાંકાનેર : મૂળ વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) પિયુષભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટી (રીટા. આર્મી) (ઉ.વ.40) તે નરેન્દ્રભાઈ કાનજીભાઈ ભટ્ટી(નિવૃત એસ.ટી. કંડકટર)નાં પુત્ર, પ્રિયાંશનાં પિતા, રવિનાં મોટા ભાઈ, મૂકેશભાઈ(સુરત) કેતન ભટ્ટી (વાંકાનેર પત્રકાર), અમિતભાઈ (જામનગર), યોગેશભાઈ (રાજકોટ), માલવિકાબેન, બિંદીયાબેન, હિનાબેનનાં ભાઈનું તા. 21નાં રોજ રાજકોટ ખાતે અવસાન થયેલ છે. જન્મ દિવસે જ અવસાન થતાં પરિવારજનોમાં ભારે ગમગીની વ્યાપી ગઇ છે. તેઓ તાજેતરમાં જ દેશ સેવા કરી આર્મીમાંથી નિવૃત થયા બાદ ભટ્ટી પરિવારનાં ઝાબાઝ પુત્રનાં આકસ્મિક નિધનથી ઘેરો શોક ફેલાવા પામ્યો છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 26 ને ગુરુવારે સાંજે 4 થી 6 દરમ્યાન રાખેલ છે.નરેન્દ્રભાઈ ભટ્ટી મો. 98248 21619, 99252 59922 રવિ ભટ્ટી મો. 97269 65881