મોરબી-માળીયાના ધારાસભ્ય તરીકે બ્રિજેશ મેરજાએ બીજી વાર શપથ લીધા

- text


વિધાનસભા ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલા સાત ધારાસભ્યોની શપથવિધિ સંપન્ન
વિધાનસભાના અધ્યક્ષ દ્વારા શપથ લેવડાવ્યા : રાજ્ય મંત્રી મંડળના સભ્યોની ખાસ ઉપસ્થિતિ

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ભાજપના નવા ચૂંટાયેલા સાત ધારાસભ્યશ્રીઓની આજે વિધાનસભા ખાતે શપથવિધિ યોજાઇ હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી દ્વારા ભાજપના નવા ચૂંટાયેલા સાત ધારાસભ્યોને વિજયમૂર્હુતમાં હોદ્દાના શપથ લેવડાવ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ આપી હતી. નોંધનીય છે કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં ૧૧૧ બેઠકોના અંક ઉપર પહોંચી છે.

આ શપથવિધિ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સંસદીય બાબતોના મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યાક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિત અધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતીને વિજયપતાકા લહેરાવી છે. જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, ધારીમાંથી જે. વી. કાકડીયા, ગઢડામાંથી શ્રી આત્મારામ પરમાર, કપરાડામાંથી જીતુભાઇ ચૌધરી, ડાંગમાંથી વિજયભાઇ પટેલ તેમજ લિંબડીમાંથી કિરિટસિંહ રાણાનો સમાવેશ થાય છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text