લાંબા સમયથી બિસ્માર 6 કિમીના માટેલ રોડના કામનું અંતે ખાતમુહૂર્ત કરાયું

સ્થાનિક ઉદ્યોગકારો, માટેલ, ઢુંવા અને લાકડા ગામના સરપંચ અને સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં રોડનું કામનું ખાતમુહૂર્ત કરાયું

મોરબી : મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલથી ઢુંવા ચોકડીને જોડતા 6 કિમીનો રોડ લાંબા સમયથી બિસમાર હોવાથી સ્થાનિક ઉધોગકારો અને આસપાસ ગામના લોકો તેમજ માટેલ ધામમાં આઈશ્રી ખોડિયાર માતાજીને દર્શને આવતા અસંખ્ય શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ રોડ પ્રશ્ને લાંબા સમયથી થઈ રહેલી માંગ આંખરે સાકાર થવા જઈ રહી છે. રાજ્ય સરકારે માટેલ રોડ બનનાવાની મંજૂરી આપતા અંતે આજે સ્થાનિક ઉધોગકારો, માટેલ, ઢુંવા અને લાકડા ગામના સરપંચ અને સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં ઢુંવાથી માટેલ સુધીના 6 કિમિના રોડના કામનું અંતે ખાતમુહૂર્ત કરાયું હતું.

માટેલથી ઢુંવા ગામને જોડતો 6 કિમીનો લાંબો માર્ગ ઘણા સમયથી ખખડધજ હાલતમાં છે. ખાસ કરીને ઢુંવાથી માટેલ રોડ ઉપર 100 થી વધુ સીરામીક ફેકટરીઓ આવેલી છે. તેમજ માટેલ ધામમાં સોરાષ્ટ્માંથી વાર-તહેવારોએ હજારો લોકો આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે. આથી, માટેલ રોડ ઉપર સતત લોકોનો ધસારો રહે છે. પણ માટેલ રોડની લાંબા સમયથી ઘોર દુર્દશા થવાથી સ્થાનિક ઉધોગકારો અને આસપાસના ગામોના લોકો તેમજ માટેલ ધામમાં દર્શને આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માટેલ રોડ નવો બનાવવા મુદ્દે સ્થાનિક ઉધોગકારો, આસપાસના ગામના લોકોએ તેમજ માટેલ મંદિર દ્વારા અનેક વખત તંત્ર સામે આંદોલન અને મોરચાઓ માંડવામાં આવ્યા હતા અને ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.

આખરે આ રજુઆતો ફળીભુત થઈ છે અને રાજ્ય સરકારે માટેલ રોડને નવો બનાવવાની લીલીઝંડી આપી દીધી છે. આથી, આજે સ્થાનિક ઉધોગકારો, માટેલ, ઢુંવા અને લાકડા ગામના સરપંચ અને સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં ઢુંવાથી માટેલ સુધીના 6 કિમિના રોડના કામનું અંતે ખાતમુહૂર્ત કરાયું હતું. આ રસ્તો રૂ.12.75 કરોડના ખર્ચે નવો સીસીરોડ બનશે. જેમાં રાજ્ય સરકારના 80 ટકા અને સ્થાનિક ઉધોગકારોની 20 ટકા ભાગીદારોથી આ નવો રોડ બનાવવામાં આવશે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate