મોરબીની બોયઝ હાઈસ્કૂલમાં મતદાન સમયે ભાજપની પત્રિકા મળવા મામલે એજન્ટ સામે ગુન્હો નોંધાયો

- text


 

વીડિયો ઉતારનાર ત્રણ શખ્સો સામે પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ

મોરબી : મોરબી- માળીયા બેઠકમાં યોજાયેલી મતદાન પ્રકિયામાં મોરબી શહેરની બોયઝ હાઈસ્કૂલ ખાતે આવેલ બુથ નંબર 206માં ભાજપ પક્ષના ઉમેદવારના એજન્ટ તરીકે ફરજ બજાવતા એક શખ્સ પાસેથી ભાજપના પ્રચાર પત્રિકા મળી આવતા હોબાળો મચી ગયો હતો.

કોંગ્રેસ દ્વારા આ અંગે વિરોધ નોંધાવી મતદાન પ્રકિયા અટકાવી હતી જે બાદ તમામ પ્રકિયા થયા બાદ બુથના પ્રીસાઈડિંગ ઓફિસર પ્રતીક બી.સોમૈયા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ભાજપ પક્ષના ઉમેદવારના એજન્ટ ભાવિનભાઈ વિજયભાઇ સોલંકી સામે બુથમાં મતદાન બુથ પર પેમ્પલેટ લાવી આચાર સંહિતાભંગની ફરિયાદ નોધાવવામાં આવી હતી.

- text

આ ઉપરાંત બુથના પ્રિસાઇડીંગ ઓફિસર દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં અન્ય એક ફરિયાદ નોધાવી હતી. જેમાં બોયઝ હાઈસ્કૂલના બુથ નંબર 206માં ત્રણ અજાણ્યા શખ્સ આવી પોતાને કોંગ્રેસના પોલિંગ એજન્ટ ગણાવી મોબાઈલ ફોન લાવી વીડિયો બનાવ્યો હતો આ અંગે ના પાડવા છતાં તેઓએ ફરી વીડિયો બનાવી અન્ય શખ્સોએ પણ મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- text