મોરબી પેટા ચૂંટણી : સવારે 9થી 10 વાગ્યા દરમ્યાન સૌથી ઊંચું 12 ટકાથી વધુ મતદાન થયું

- text


સૌથી ઓછું મતદાન સવારે 7થી 9 વાગ્યા દરમ્યાન માત્ર 8.41 ટકા નોંધાયું

મોરબી-માળીયા વિધાનસભા મતક્ષેત્રમાં દર કલાકે બદલાતો રહ્યો મતદાનની ટકાવારીનો ટ્રેન્ડ

મોરબી : આજે વહેલી સવારે ઠંડકભર્યા વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો ત્યારબાદ લગભગ દરેક કલાકે મતદાનની ટકાવારીનો બદલાતો ટ્રેન્ડ મોરબી-માળીયા બેઠક માટે જોવા મળ્યો હતો. કોઈ જગ્યાએ મતદારોની લાંબી લાઈનો હતી તો અમુક બુથ પર મતદારોની રાહ જોવાતી હતી.

સવારે 7 કલાકે મતદાનની પ્રક્રિયાના પ્રારંભે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો ખાસા ઉત્સાહિત જણાતા હતા. જો કે, શહેરી વિસ્તારોમાં મતદારો શરૂઆતના કલાકોમાં સુસ્ત રહ્યા હતા.

- text

કલાક વાઇઝ મતદાનની ટકાવારીનો ટ્રેન્ડ જોઈએ તો, સવારના 9 વાગ્યા પછી મતદારોનો પ્રવાહ મતદાન મથકોમાં વધી ગયો હતો. જેમાં સવારના સાત વાગ્યાથી મતદાનની ટકાવારી જોઈએ તો સવારના સાતથી નવ દરમિયાન 8.41 ટકા જેટલું પાખું મતદાન થયું હતું અને 9 વાગ્યા પછી મતદાન વધતા 9થી 10 દરમિયાન 12 ટકાથી વધુ મતદાન થયું હતું. તેમજ 10થી 12 વચ્ચે મતદાન ઘટતા 9.8 ટકા જેવું મતદાન થયું હતું. બપોરના 1થી 3 વચ્ચે 10.11 ટકા મતદાન થયું હતું અને બપોરના 3થી 5 વચ્ચે મતદાન ફરી ઘટતા 9.42 ટકા જેવું મતદાન થયું હતું. આજની પેટા ચૂંટણીમાં કુલ 52.17 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે કુલ 2.71 લાખ મતદારોમાંથી સરેરાશ દોઢ લાખ મતદરોએ મતદાન કર્યું હતું.

સવારે 7થી 9 વાગ્યા દરમ્યાન 1,41,857 પુરુષ મતદારો પૈકી 16628 પુરુષોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે 1,29,609 મહિલા મતદારો પૈકી 6202 મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોરે 11 વાગ્યા સુધીમાં 10701 પુરુષ મતદાતાઓ અને 12959 મહિલાઓએ મતાધિકારની ફરજ પુરી કરી હતી. બપોરે 1 વાગ્યા સુધીમાં 49349 પુરુષ તથા 30962 મહિલાઓએ મતદાન કર્યું હતું. આ આંકડો બપોરે 3 વાગ્યે 63140 પુરુષ અને 44614 મહિલા મતદારો સુધી પહોંચ્યો હતો. 5 વાગતા વાગતા 75326 પુરુષ તો 57981 મહિલાઓએ ત્યાર બાદ સાંજે 6 વાગ્યા સુધીમાં 80181 પુરુષો અને 61848 મહિલાઓએ મતદાતા તરીકેની ફરજ નિભાવી હતી.

- text