મોરબીમાં સ્મૃતિ ઈરાનીની જાહેર સભામાં અમુક લોકોના ખિસ્સા કપાયા

- text


મોરબી : હાલમાં મોરબી-માળીયા (મી.) વિધાનસભાની બેઠક પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગનો માહોલ છે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મોરબી ખાતે પેટાચૂંટણીને લઈને જાહેર સભા યોજી હતી. આ સભામાં અમુક લોકોના ખિસ્સા કપાવાની ઘટના સામે આવી હતી. જોકે આ મુદ્દે હજુ કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

આજે કેન્દ્ર સરકારના મંત્રી અને વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીની મોરબીના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી. આ સભા પૂરી થયા બાદ સ્મૃતિ ઈરાની સ્ટેજ પરથી નીચે ઉતરતા હતા. તે સમયે ભાજપના 3-4 કાર્યકરોના ખિસ્સા કપાયા હતા. જેમાં એક કાર્યકર્તાના રોકડ રૂ. 7000 ચોરી લેવામાં આવ્યા હતા. તેમજ અન્ય 2-3 કાર્યકર્તાઓના પણ ખિસ્સા કપાયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે ખિસ્સાકાત્રુઓ પોતાનું કામ પતાવીને હવામાં ઓગળી ગયા હતા. પોલીસ બંદોબસ્તની વચ્ચે રાજકીય સભામાં ખિસ્સા કપાવાની ઘટનાથી ભારે આશ્ચર્ય સર્જાયું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text