MCX વિક્લી રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ, ચાંદીમાં તેજીની આગેકૂચ

- text


મેટલડેક્સ ફ્યુચર્સમાં ૩૧૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૫,૬૬૧ લોટ્સનું સાપ્તાહિક વોલ્યુમ
તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ પણ વધી
ક્રૂડ તેલમાં ઘટાડો : કપાસ, કોટન, સીપીઓમાં સાર્વત્રિક સુધારો : મેન્થા તેલ ઢીલું

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૧૬થી ૨૨ ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓ અને ઈન્ડેક્સ ફ્યૂચર્સમાં મળીને ૨૬,૦૫,૨૩૯ સોદાઓમાં કુલ રૂ.૧,૫૬,૩૬૭.૭૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ રહી હતી. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૪ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૦૮૦ વધ્યો હતો. તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો હતો, જ્યારે મેન્થા તેલ ઢીલું હતું.

સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૫,૪૭૦ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૫,૮૩૯ અને નીચામાં ૧૫,૪૪૬ના સ્તરને સ્પર્શી, ૩૯૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૮૧ પોઈન્ટ (૦.૫૨ ટકા)ની વૃદ્ધિ સાથે ૧૫,૬૦૬ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ મેટલડેક્સનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૧,૯૪૦ના સ્તરે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૨,૩૯૬ અને નીચામાં ૧૧,૯૪૦ બોલાઈ, ૪૫૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૩૧૧ પોઈન્ટ (૨.૫૯ ટકા) વધી ૧૨,૩૧૯ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન બુલડેક્સ ફ્યુચર્સમાં ૧૨,૪૫૪ સોદાઓમાં કુલ રૂ.૧,૦૯૮.૭૬ કરોડનાં ૧૪,૦૫૬ લોટ્સ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૪,૮૦૩ સોદાઓમાં કુલ રૂ.૩૪૪.૮૭ કરોડનાં ૫,૬૬૧ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ ફ્યુચર્સમાં ૪૮૪ લોટ્સ અને મેટલડેક્સમાં ૨૬૪ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૫૮૬ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૧,૪૫૪ અને નીચામાં રૂ.૫૦,૪૩૭ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૫૪ (૦.૧૧ ટકા) વધી રૂ.૫૦,૭૬૬ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો ઓક્ટોબર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૭૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦૨ (૦.૨૫ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૪૦,૮૦૫ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ઓક્ટોબર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૧૧૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨ (૦.૦૪ ટકા) ઘટી બંધમાં રૂ.૫,૧૧૭ના ભાવ થયા હતા. સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૬૬૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૧,૩૯૮ અને નીચામાં રૂ.૫૦,૨૭૧ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૩૪ (૦.૦૭ ટકા)ની નરમાઈ સાથે બંધમાં રૂ.૫૦,૭૪૧ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૧,૬૪૯ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૪,૦૭૦ અને નીચામાં રૂ.૬૧,૧૭૭ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૦૮૦ (૧.૭૬ ટકા) વધી રૂ.૬૨,૬૧૫ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૧,૬૦૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૦૭૯ (૧.૭૫ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૬૨,૬૦૪ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૧,૬૭૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૦૬૮ (૧.૭૪ ટકા) વધી બંધમાં રૂ.૬૨,૫૯૪ના ભાવ થયા હતા. બિનલોહ ધાતુઓમાં તાંબુ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૫૨૯.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૩૫ (૦.૨૫ ટકા) ઘટી રૂ.૫૨૯.૩૫ બંધ થયો હતો, જ્યારે નિકલનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૧,૧૩૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૫.૪૦ (૩.૧૩ ટકા) વધી બંધમાં રૂ.૧,૧૬૫.૯૦ના ભાવ થયા હતા.

- text

એલ્યુમિનિયમનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૧૫૦.૩૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૬૫ (૧.૧૦ ટકા) સુધરી રૂ.૧૫૨.૦૫ના સ્તરે રહ્યો હતો. સીસું ઓક્ટોબર વાયદો રૂ.૧૪૮.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૨૫ (૦.૮૪ ટકા) વધી રૂ.૧૪૯.૮૫ અને જસતનો ઓક્ટોબર વાયદો રૂ.૧૯૩.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦.૯૦ (૫.૬૧ ટકા) વધી રૂ.૨૦૫.૦૫ના સ્તરે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૨,૯૯૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૦૫૮ અને નીચામાં રૂ.૨,૯૨૫ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૨૪ (૦.૭૯ ટકા)ના ઘટાડા સાથે બંધમાં રૂ.૨,૯૯૮ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૦૩.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૮.૭૦ (૯.૧૭ ટકા) વધી રૂ.૨૨૨.૬૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૦૮૨.૫૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૧૨૮ અને નીચામાં રૂ.૧,૦૮૨.૫૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૩૯.૫૦ (૩.૬૫ ટકા) વધી રૂ.૧,૧૨૧.૫૦ના સ્તરે બંધ થયો હતો. રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૯,૧૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૯,૯૩૦ સુધી અને નીચામાં રૂ.૧૯,૦૭૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૭૫૦ (૩.૯૩ ટકા)ના ઉછાળા સાથે રૂ.૧૯,૮૪૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ઓક્ટોબર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૭૯૨.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૦.૨૦ (૨.૫૮ ટકા) વધી રૂ.૮૦૪.૪૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૪૪ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭.૪૦ (૦.૭૮ ટકા) ઘટી રૂ.૯૩૫.૮૦ના ભાવે બંધ થયો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text