હડીયાણામાં આ વર્ષે નવચંડી યજ્ઞ માત્ર ટ્રસ્ટીઓની હાજરીમાં યોજાશે

- text


ભાવિકો યજ્ઞકાર્ય ઓનલાઇન નિહાળી શકશે

મોરબી : અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હડીયાણા મુકામે દર વર્ષે યોજાતો આગામી નવચંડી યજ્ઞ આ વર્ષે પ્રતિકાત્મક રીતે યોજાશે.

અંબાજી મંદિર ટ્રસ્ટ, હડિયાણા દ્વારા વર્ષોથી પરંપરા મુજબ નવચંડી યજ્ઞ યોજવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષના નવચંડી યજ્ઞ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે કે દર વર્ષની પરંપરા મુજબ નવચંડી યજ્ઞ ચાલુ રહેશે પરંતુ કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન અને આદેશ મુજબ અને ભક્તજનોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે ધ્યાનમાં રાખીને ટ્રસ્ટી મંડળમાંથી કોઇ એક કપલ યજ્ઞના યજમાન પદે બિરાજમાન થશે અને માત્ર ટ્રસ્ટી અને બ્રાહ્મણોની હાજરીમાં જ નવચંડી યજ્ઞનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

યજ્ઞ કાર્યના લાઈવ દર્શન ટ્રસ્ટના ફેસબુક પેજ પરથી નિહાળી શકાશે. જેથી, સરકારની કોરોના મહામારી અંગેની ગાઈડલાઈનનું ઉલ્લંઘન ના થાય. ફેસબુક પેજ પરથી લાઈવ યજ્ઞ દર્શન, બીડું હોમવાનું અને માતાજીની આરતી ભાવિકો નિહાળી શકશે. આથી, ટ્રસ્ટ દ્વારા ભાવિક પરિવારના કોઈ સભ્યએ હડિયાણા મુકામે ન પધારવા વિનંતી કરવામાં આવેલ છે.

- text

ઉપરાંત, આ વર્ષે નવચંડી યજ્ઞ કાર્ય સિવાયના તમામ કર્યો જેવા કે વિધાર્થીઓને ઇનામ વિતરણ, ભોજન સમારંભ વગેરે તમામ આયોજનો પણ મોકૂફ રાખેલ છે. કોરોના મહામારીના કારણે ટ્રસ્ટ દ્વારા નવચંડી યજ્ઞ અંગે નિર્ણય અંગે કે વધુ વિગત માટે મનીષભાઈ ઠાકર (મંત્રી, મો.નં. 98259 00020) પર ફોન દ્વારા માહિતી મેળવી શકાશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text