પાસા હેઠળ જેલહવાલે કરાતા પહેલા એક આરોપી કોરોના પોઝિટિવ આવ્યો

- text


મોરબી : મોરબીમાં હાલ પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે વિધાનસભા વિસ્તાર ઉપરાંત જિલ્લામાં પણ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ અલગ અલગ ગુનાના રીઢા ગુનેગારોને પાસા હેઠળ અન્ય જિલ્લાની જેલ હવાલે કરી રહી છે. ત્યારે મોરબી પોલીસે 3 આરોપીઓને પાસા હેઠળ જેલમાં નાખવાના હતા. તે પહેલા 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓનો કોરોના વાયરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ આરોપી જીગર ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં આરોપીને હળવદ રોડ પર આવેલ ઘૂંટુના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. અને તેની કોરોના અંગેની સારવાર કરાવવામાં આવી રહી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text