મોરબીમાં બીએસએનએલ નેટવર્કના ધાંધિયા, લોકો હેરાન-પરેશાન

- text


લેન્ડલાઈન ફોન તો ચાલુ કરી દેવાયા પણ મોબાઈલ નેટવર્ક હજુ ઠપ્પ

મોરબી : મોરબીમાં બીએસએનએલ નેટવર્કના આજે સવારથી જ ધાંધિયા થયા હતા. બીએસએનએલ નેટવર્ક ઠપ્પ થઈ જવાથી બીએસએનએલના ગ્રાહકો હેરાન પરેશાન થઈ ગયા છે. જો કે હવે લેન્ડલાઈન ફોન તો ચાલુ કરી દેવાયા પણ મોબાઈલ નેટવર્ક હજુ ઠપ્પ હોવાથી ગ્રાહકોને ઓનલાઈન કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

બીએસએનએલ નેટવર્કમાં ધાંધિયા થવાની બાબત હવે સામાન્ય બની ગઈ હોય એમ અવારનવાર બીએસએનએલ નેટવર્ક ઠપ્પ થઈ જાય છે. ત્યારે આજે મોરબીમાં ફરી સવારથી જ બીએસએનએલ નેટવર્ક ઠપ્પ થઈ ગયું હતું.જેથી લેન્ડ લાઈન ફોન મુંગામંતર થઈ ગયા હતા અને બીએસએનએલના મોબાઈલ લાગતા નથી.

- text

ત્યારે આ બાબતે સ્થાનિક બીએસએનએલના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે સવારથી બીએસએનએલ નેટવર્ક બંધ છે. રાજકોટથી મોટો ફોલ્ટ હોય એવું લાગુ રહ્યું છે. જેથી, આ સમસ્યા ઉદભવી છે. જો કે હાલ લેન્ડલાઈન ફોન ચાલુ કરી દેવાયા છે. પણ મોબાઈલ નેટવર્ક હજુ ઠપ્પ છે. જેમાં પ્રિપ્રેઇડ અને પ્રોસ્પેઇડ તમામ બંધ છે. તેથી, બીએસએનએલના મોબાઈલધારકોને ઓનલાઈન કામગીરી માટે મુશ્કેલી પડી રહી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text