સજ્જનપર ગામમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર

- text


ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ગામમાં 6 શખ્સો જુગાર રમતા હતા. જેમાંથી ત્રણ શખ્સો ઝડપાયા છે. અને ત્રણ શખ્સો ફરાર થઇ ગયા છે. આ તમામ 6 શખ્સો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તા. 21ના રોજ સજ્જનપર ગામે સાગર ગૌશાળાની બાજુમા આવેલ ખરાબામા બાવળની ઝાડીમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ શખ્સો પકડાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 16,400 તથા બે મોટરસાયકલ મળી કુલ રૂ. 46,400નો મુદામાલ કબ્જે કર્યો છે. આ બનાવમાં પોલીસે ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પરસોતમભાઇ અમરશીભાઇ કારેલીયા અને સામતભાઇ કરશનભાઇ કરકટાનની અટકાયત કરી છે. તેમજ રેઇડ દરમિયાન નાશી છૂટેલા આરોપીઓ રસીકવન બાબુવન ગૌસ્વામી, મુકેશભાઇ લાલજીભાઇ સાબરીયા તથા હનીફભાઇ નુરાભાઇ વકાલીયાને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text